Ahmedabad News: અમદાવાદમાં પોલીસની ઓળખ આપી હોટલમાં રહીને રોફ જમાવતા આરોપીની ધરપકડ

Continues below advertisement

અમદાવાદમાં પોલીસની ઓળખ આપી હોટલમાં રહેતા નકલી પોલીસને અસલી પોલીસે દબોચી લીધો છે. મણિનગર પોલીસે માહિતીના આધારે દરોડો પાડી નકલી પોલીસ બની રૌફ જમાવનારા શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સનું નામ કિરીટ બાબુ અમીન હોવાનું સામે આવ્યું છે... પોલીસને તેના કબ્જામાંથી PSI, કોંસ્ટેબલ તથા રેવન્યુ વિભાગના બનાવટી કાર્ડ મળી આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે એક મોપેડ જપ્ત કર્યું છે. તો આરોપીની ઉલટ તપાસ કરતા ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું. આરોપી સામે ભૂતકાળમાં એકના ડબલ કરવાના નામે લોકોના રૂપિયા ચાંઉ કરી જવાનો આરોપ છે. તો મોડાસા, રામોલ, ધરમપુર સહિતના પોલીસમથકમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તો ભૂતકાળમાં મોડાસામાં 3 હજાર નકલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ બનાવવામાં પણ સંડોવણી સામે આવી છે. તો પોલીસની તપાસમાં એ પણ ખૂલ્યું કે આરોપીએ ગર્લફ્રેન્ડના કહેવાથી પોલીસની નોકરી છોડી દીધી હતી. આરોપી કિરીટ વર્ષ 2012માં પોલીસ ભરતીમાં સિલેક્ટ થયો હતો. પરંતું ગર્લફ્રેન્ડે પોલીસની નોકરી કરવાની ના પાડતા છોડી દીધી હતી. તો છેલ્લા બે માસથી હોટલમાં રહેતો હોવા છતા બિલ પણ ન ચૂકવ્યાનું સામે આવ્યું. આરોપી MA B.ED અને પીટીસીનો અભ્યાસ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram