Vijay Rupani : Makar Sankrati 2025: કોંગ્રેસના મોઢામાંથી લાળ ટપકે છે.. ભાજપ તો બધાને સાથે જ લઈને ચાલશે
રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ ઊજવતાં દેખાયા હતાં. ત્યારે તેમણે જનતાને પણ કેટલાક સંદેશાઓ આ શુભ પર્વે આપ્યાં છે. વિજય રૂપાણીએ કહ્યું કે મકરસંક્રાંતિ એક પવિત્ર તહેવાર છે. ગુજરાતમાં પતંગોત્સવ અને નવરાત્રીએ ગુજરાતની ઓળખ ઊભી કરી છે. આજે મોટાભાગનાં ગુજરાતીઓ ધાબા પર પતંગ ચગાવી રહ્યાં છે અને અમે પણ અમારા પરિવાર સાથે મકરસંક્રાંતિ ઊજવી રહ્યાં છીએ.