બનાસકાંઠાના ધાનેરાના સામરવાડા થી સોતવાડાના બિસ્માર રસ્તાને લઈ ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન
Continues below advertisement
બનાસકાંઠા: ધાનેરાના સામરવાડા થી સોતવાડાનો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેને તાત્કાલિક બનાવવાની માંગણી સાથે ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ કર્યો છે. રોડ ઉપર બેરીકેડર મારી કર્યો રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. હાઇવે બ્લોક કરતા વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી પરંતુ નિરાકરણ ન આવતા રસ્તા રોકો આંદોલન કર્યું. જો તાત્કાલિક ધોરણે રોડ રીપેર કરી નહીં આપવામાં આવે ધરણા કરવાની ચિમકી આપી છે.
Continues below advertisement