નવસારી નગરપાલિકાના નિવૃત કર્મચારી વિમલ ટેલર વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ રાખવાના ગુનો નોંધાયો
નવસારી નગરપાલિકાના નિવૃત કર્મચારી વિમલ ટેલર વિરુદ્ધ આવક થઈ વધુ સંપત્તિ રાખવાનો ગુનો નોંધાયો હતો. તેમના વિરુદ્ધ આવકથી 58 લાખ રૂપિયા વધુ સંપત્તિ રાખવાનું ધ્યાને આવતા કેસ નોંધાયો હતો. આવક કરતા 119 ટકા વધુ સંપત્તિ હોવાનું એસીબીના અધિકારીઓને તપાસ દરમ્યાન સામે આવ્યું છે. પાલિકામાં વર્ગ 2ના કર્મચારી ફૂડ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવી 3 વર્ષ પહેલા નિવૃત થયા હતા અને ફરીથી પાલિકામાં એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું.