Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
અલ્પેશ ઠાકોરને ના.મુખ્યમંત્રી ન બનાવાતા ઋષિ ભારતીનું જાહેરમાં દર્દ. અનેક પ્રયાસો છતાં અલ્પેશ ઠાકોરને ન બનાવાયા નાયબ મુખ્યમંત્રી. અલ્પેશને ના.મુખ્યમંત્રી બનાવાય તેવી મને અને સમાજને અપેક્ષા. રાજકીય પાર્ટીઓ ભાગલા પાડો અને રાજ કરોની અપનાવે છે નીતિ. સૌથી મોટા મતદાર છતાંય સરકારમાં નથી અપાતા પદ. જોકે, ગેનીબેન ઠાકોરે ઋષિભારતી બાપુના નિવેદનને અંગત ગણાવ્યું હતું.
કોળી સમાજના ધર્મગુરૂ એવા ઋષિભારતી બાપુએ આ જ મંચ પરથી મોટું રાજકીય નિવેદન આપ્યું અને ચર્ચા રાજનીતિની થઈ....ઋષિભારતી બાપુએ તો સ્પષ્ટ કહ્યું કે, રાજકીય પક્ષો કોળી-ઠાકોર સમાજને અન્યાય કરતા રહ્યા છે....સમાજનો રાજકીય ઉપયોગ કરનાર પક્ષો આ બંને સમાજના નેતાઓને યોગ્ય પદ નથી આપતા....તેમણે તો આધાર બનાવી દીધા અલ્પેશ ઠાકોરને અને કહી દીધું કે, અલ્પેશ ઠાકોર સરકારમાં નાયબ મુખ્યમંત્રી કેમ નહીં...