Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
અનેક પ્રયાસો છતાં અલ્પેશ ઠાકોરને ન બનાવાયા નાયબ મુખ્યમંત્રી. અલ્પેશને ના.મુખ્યમંત્રી બનાવાય તેવી મને અને સમાજને અપેક્ષા. જોકે, એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં ઋષિ ભારતી બાપુએ પોતાનું આ અંગત નિવેદન હોવાનું જણાવ્યું હતું. જોકે, ઠાકોર સમાજને અન્યાય થતો હોવાની વાત પણ તેમણે કરી હતી.
કેમ કે, કોળી સમાજના ધર્મગુરૂ એવા ઋષિભારતી બાપુએ આ જ મંચ પરથી મોટું રાજકીય નિવેદન આપ્યું અને ચર્ચા રાજનીતિની થઈ....ઋષિભારતી બાપુએ તો સ્પષ્ટ કહ્યું કે, રાજકીય પક્ષો કોળી-ઠાકોર સમાજને અન્યાય કરતા રહ્યા છે....સમાજનો રાજકીય ઉપયોગ કરનાર પક્ષો આ બંને સમાજના નેતાઓને યોગ્ય પદ નથી આપતા....તેમણે તો આધાર બનાવી દીધા અલ્પેશ ઠાકોરને અને કહી દીધું કે, અલ્પેશ ઠાકોર સરકારમાં નાયબ મુખ્યમંત્રી કેમ નહીં....આવો સાંભળી લઈએ તેમનું નિવેદન
ઋષિભારતી બાપુ નિવેદન આપીને નીકળ્યા....પરંતુ આ જ મુદ્દો ચર્ચાતો રહ્યો....અલ્પેશ ઠાકોરે મંચ પરથી સ્પષ્ટતા કરવી પડી....એટલું જ નહીં કહેવું પડ્યું કે આવા નિવેદનો આવશે તો મને કે સમાજને લાભ નહીં પણ નુકસાન વધુ થશે....આવો સાંભળી લઈએ શું કહ્યું અલ્પેશ ઠાકોરે....