બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા, પીવાના પાણીની સ્થિતિ વિકટ બની,જુઓ વીડિયો
અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારમા પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. બોર ફેલ થયા છે હેડપમ્પમા પાણીના તળ નીચા છે. નલ સે જલના નળમા પાણી નથી. abp અસ્મિતા એ આજે 5 દિવસ બાદ રીયાલીટી ચેક કરતા 5 દિવસ બાદ પણ પાણી મળ્યું નથી. દાંતા તાલુકાના ગામો મા પીવાનું પાણી નસીબ નથી માત્ર હેડપમ્પ પર આધારિત પીવાના પાણી માટે લાંબી કતારો લાગે છે ત્યારે ટેન્કર દ્વારા પાણીની પહોંચાડવાની વ્યવસ્થાની વાત માત્ર કાગળ પર છે. હજુ પણ અંતરિયાળ વિસ્તારના ગામડાઓને ટેન્કર દ્વારા પાણી પહોંચાડતું નથી અને ગ્રામજનો હવે કલેકટરને વિનંતી કરી રહ્યા છે કે ટેન્કર દ્વારા અને પીવાનું પાણી આપો.