Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?

પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું . અમરેલી શહેરમાં ધરણા કર્યા તે વિસ્તાર રાજકમલ ચોકમાં કેટલીક દુકાનો થોડીવાર બંધ જોવા મળી . અમરેલી શહેરના હરીરોડ,બસસ્ટેન્ડ વિસ્તાર,ટાવર રોડ,લાઠી રોડ,શીતલ રોડ મુખ્ય બજારો ધમધમી જોવા મળી . કોંગ્રેસના બંધની એલાનની નહિવત અસર જોવા મળી.

પરેશ ધાનાણીને યુવતીએ લીંબુ પાણી પીવરાવી આજે 48 કલાકના ધરણાં પૂર્ણ કર્યા. તેમણે કહ્યું કે, અમરેલી શહેરના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે નારીસુરક્ષાને સમર્થન આપવામાં આવ્યું છે. કાયદાના જાણકારો ઈરાદા પૂર્વક કરે તેની સામેની લડાઈ હતી. 48 કલાકની આ જ્યોત અમે વધારી હતી, તેને વધારવા અમે આગળ વધીએ છીએ. સુરતમાં સોમવારે ધરણાં કરી નારીશક્તિની લડાઈ અમે આગળ વધારીશું. સામાજિક રાજકિય લોકો જોડાઇ સૌ સહકાર આપે તેવી અપીલ કરી હતી. રાજ્યના પોલીસ વડાને આજે પાયલ ગોટી મળી આપવીતી અને રજુઆત કરશે. તંત્ર યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી નહિ કરે ત્યાં સુધી નારી શક્તિ આંદોલન સમિતિ આંદોલન કરવા સંકલ્પ કરે છે. અફસોસ એ છે હાલ પરિણામ મળ્યું નથી. હું મુખ્યમંત્રીને હૃદય પૂર્વક આપીલ કરું છું, જવાબદારો સામે સરકાર પગલાં ભરે. મારી નાદુરસ્ત તબિયતના કારણે મારા માતૃશ્રી પહેલી વખત અહીંયા આવ્યા હતા. ડોકટરોની ટીમ પણ હતી. હાલ ધરણા પુરા કરવાનો નિર્ણય લીધો છે. આ ન્યાયની લડતમાં જોડાવવા ગુજરાતને અપીલ કરું છું. આ ધરણાં પુરા થયા છે ન્યાયની લડાઈની શરૂઆત થઈ છે. 48 કલાકથી ધરણા પર બેઠેલા પરેશ ધાનાણી એ રાષ્ટ્રગીત સાથે ધરણાં પૂર્ણ કર્યા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola