Weather Forecast: 'ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસશે ધોધમાર વરસાદ': હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

ફૂંકાશે ભારે પવન... થશે વીજળીના કડાકા-ભડાકા અને વરસશે ધોધમાર વરસાદ...' હવામાન વિભાગે કરી છે આ આગાહી. હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ.  આજે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી.. હવામાન વિભાગના અનુસાર, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસશે મેઘરાજા. આજે પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા, સુરત અને વલસાડમાં વરસશે વરસાદ. તો આવતીકાલે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને વલસાડમાં વરસશે વરસાદ.. જ્યારે 18 જૂને અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, સુરત અને વલસાડ જિલ્લામાં વરસશે વરસાદ.. હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram