Weather Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આજે સોમવારે સમગ્ર રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
કાલે આ જિલ્લાઓમાં પડશે વરસાદ
આવતીકાલે એટલે કે મંગળવારે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
7 ઓગસ્ટના બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે.