Bangladesh Government Crisis: બાંગલાદેશના PM પદેથી શેખ હસીનાએ આપ્યું રાજીનામું
બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પહેલા રાજીનામું આપ્યું અને પછી દેશ છોડી દીધો છે. એવી અટકળો ચાલી રહી છે કે શેખ હસીના ભારત આવી શકે છે
બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પહેલા રાજીનામું આપ્યું અને પછી દેશ છોડી દીધો છે. એવી અટકળો ચાલી રહી છે કે શેખ હસીના ભારત આવી શકે છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારત થઈને લંડન જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હવે બાંગ્લાદેશની કમાન સેનાના હાથમાં આવી ગઇ છે. આવી સ્થિતિમાં લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે પીએમના સ્થાને કયો આર્મી ઓફિસર દેશના મહત્વના નિર્ણય લેશે.
બાંગ્લાદેશમાં આ પહેલીવાર નથી જ્યારે દેશની કમાન સેનાના હાથમાં આવી હોય. આવું પહેલા પણ બન્યું છે. તમને જણાવી દઈએ કે, જ્યારે દેશમાં સૈન્ય શાસન હોય છે, ત્યારે પીએમ પદ સંબંધિત તમામ નિર્ણયો આર્મી ચીફ લે છે. હાલ આર્મી ચીફ વકારુઝમાન બાંગ્લાદેશમાં જ છે. મતલબ કે હવેથી જ્યાં સુધી બાંગ્લાદેશમાં સેનાનું શાસન છે ત્યાં સુધી દેશના તમામ મહત્વના નિર્ણયો આર્મી ચીફ વકારુઝમાન લેશે.