Gujarat Government: વર્ષ 2024માં ભૂપેન્દ્ર પટેલની સરકારે શું સિદ્ધી મેળવી?

Continues below advertisement

વર્ષ 2024ના પૂર્ણ થવાને માત્ર એક દિવસ બાકી છે. ત્યારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે જનસુખાકારી માટે અનેક નિર્ણય કર્યા છે. પ્રજાનું હિત જળવાય એ માટેના અનેક કાર્યક્રમો પણ સરકારે કર્યા છે. ત્યારે આવો જોઈએ વર્ષ 2024માં સરકારે શું સિદ્ધી મેળવી અને શું મહત્વના કાર્યો કર્યા. જાણીએ સહયોગી પાસેથી

 

વર્ષ 2024 માં સરકારે કઈ કઈ સિદ્ધિઓ મેળવી છે? 

દાદાની સરકારના જનસુખાકારીના નિર્ણયોમાં વર્ષ 2024 માં ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં હજારો એકર જમીન પરનું દબાણ દૂર કર્યું. અબજો રૂપિયાની મુલકતો પરત મેળવવા માટેની જુંબેશ શરૂ કરી. નકલીને પકડવાનો અવિરત પ્રયાસ થયો. કોઈની શહેશરમ વિના સતત કાર્યવાહી ચાલતી રહી અને હજી પણ ચાલુ છે. અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી સરકાર ગુંડાઓને કાયદાનું ભાન સમજાવ્યું. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.

ખેડૂતોને દિવસે વીજળી આપવામાં 96% લક્ષયા સિદ્ધ કર્યો. ખેડૂતોને રાતના ઉજાગરામાંથી મુક્તિ ભૂપેન્દ્ર પટેલની સરકારે અપાવી. જગતના તાતને ટેકાનો ભાવ અપાવ્યો અને કુદરતી આફતમાં પણ સરકાર તરફથી મદદ પહોંચાડવામાં આવી.

સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની દિશામાં પણ યુવાનોને રોજગારીની નવી તકો મળે તે માટે દાદાની સરકાર સતત પ્રયત્નશીલ રહી. યુવાનોને સરકારી નોકરીની તક આપવા માટે ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram