'મુખ્યમંત્રીનો કંટ્રોલ નથી અથવા અધિકારીઓને છાવરે છે', ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ રૂપાણી પર કર્યા પ્રહાર?
પોલીસ અધિકારીઓના રાજને લઈ ભાજપના નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રાલય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, મુખ્યમંત્રી પોલીસ અધિકારીઓને છાવરે છે. મુખ્યમંત્રી પોલીસ અધિકારીઓને છાવરતા ન હોય તો પગલા લે. મુખ્યમંત્રી પણ અમારા છે. કાં તે મુખ્યમંત્રીને ગણતો નથી અથવા મુખ્યમંત્રી પોલીસ અધિકારીને છાવરે છે. આવા અધિકારીઓના કારણે ઈમેજ બગડી રહી છે. ગૃહ વિભાગ પર મુખ્યમંત્રીનો કંટ્રોલ નથી અથવા અધિકારીઓને તે છાવરે છે તેમ પણ સંઘાણીએ કહ્યું હતું.