વલસાડમાં લોકાર્પણ કાર્યક્રમ બાદ સભા કેમ ના સંબોધી? સીઆર પાટીલે શું આપ્યું કારણ?
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાતા અને ભીડ એકઠી થતા સભા રદ્દ કરી હતી. વલસાડના સોલસુંબા ગ્રામ પંચાયતના ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પાટીલે સભા સંબોધી નહોતી. ફક્ત લોકાર્પણ વિધિ પતાવીને તેમણે ચાલતી પકડી હતી. પાટીલે કહ્યું કે, સભાની મંજૂરી લીધી નહોતી જેથી મંજૂરી વિના સભા કરી શકાય નહી એટલે અમે સભા કરી નથી.