RT-PCR ટેસ્ટથી આપણે 100 ટકા કોરોનાના કેસ પકડી નથી શકતા...........કોરોના માટે ક્યા ક્યા ટેસ્ટ કરાવવા જોઈએ ?
ગુજરાતમાં કોરોના વાયરસથી ( Coronavirus) સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાથી બચવા માટે સાવચેતીની સાથે સાથે કોરોના ટેસ્ટ પણ જરૂરી છે. ત્યારે કોરોના વાયરસ મુદ્દે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ડૉ. તેજસ પટેલે જણાવ્યું કે, શરુઆતી તબક્કામાં વાયરસ પકડાય તો નુકસાન ઓછું છે. એક વખત રિપોર્ટ નેગેટિવ આવે તો બીજી વખત રિપોર્ટમાં 95 ટકા પરિણામ આવે છે. દવાથી મટે નહીં અને ડૉક્ટર સલાહ આપે તો જ સિટી સ્કેન કરાવવું જોઈએ. શરુઆતમાં સિટી સ્કેનનો કોઈ મતલબ નથી.