સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા દિવસ હિટવેવની કરાઇ આગાહી, અમદાવાદમાં કેટલા ડિગ્રી રહેશે તાપમાનનો પારો?
રાજ્યમાં વધુ ઉનાળો આકરો બનશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. આગામી ત્રણ દિવસ ગીર સોમનાથ, દીવ, કચ્છ, પોરબંદર સહિતના શહેરોમાં હીટવેવની શક્યતા છે