Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Continues below advertisement
અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું. લીલછા ગામમાં એક યુવક બાઈક પર જઈ રહ્યો હતો.એ સમયે ચાઈનીઝ દોરી તેના ગળામાં ફસાઈ. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.જ્યાં ગળાના ભાગે પાંચ ટાંકા લેવા પડ્યા.
સુરતના પાલ વિસ્તારમાં કબડ્ડી રમ્યા બાદ ખેલાડીનું મોત. 24 વર્ષીય જય પ્રજાપતિ દસ વર્ષથી નેશનલ અને સ્ટેટ લેવલની કબડ્ડી ટુર્નામેન્ટ રમતો. કબડ્ડી રમ્યા બાદ તે ઘરે આવ્યો અને સોફા પર બેસી ચા પી રહ્યો હતો. આ સમયે અચાનક ઢળી પડ્યો. જેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં ફરજ પરતના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસ અનુસાર હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયાની શંકા. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચુ કારણ સામે આવશે.
Continues below advertisement
Tags :
Aravalli