Katra Landslide : જમ્મુ-કશ્મીરમાં વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 30ના મોત

જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 30 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન પછીના દિવસે આ મૃત્યુઆંક વધ્યો છે. આ વાતની પુષ્ટી રિયાસીના એસએસપી પરમવીર સિંહે કરી છે.

રિયાસીના એસએસપી પરમવીર સિંહે પુષ્ટી કરી હતી કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને ઘણા શ્રદ્ધાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. દુર્ઘટના બાદ તરત જ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો છે.

વાસ્તવમાં મંગળવારે (26 ઓગસ્ટ) બપોરે લગભગ 3.00 વાગ્યે કટરાના અર્ધકુંવારી સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલનની મોટી ઘટના બની હતી. થોડી જ વારમાં 8 લોકોના મોતના સમાચાર આવ્યા જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમય પસાર થવા સાથે મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો હતો.  

ભૂસ્ખલન પછી રાહત અને બચાવ કાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે. કાટમાળ નીચેથી લોકોને શોધીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ભારતીય સેના, CRPF અને NDRF ના જવાનો લોકોને બચાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની શક્યતા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola