Ahmedabad: દાંડી યાત્રાને લઇ તડામાર તૈયારીઓ, વડાપ્રધાન મોદી પદયાત્રામાં જોડાશે
Continues below advertisement
12 માર્ચે ગાંધી આશ્રમના કાર્યક્રમમાં પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિતશાહ પણ હાજર રહેશે. જ્યાં દેશના સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આઝાદી કા અમૃત મહોત્સની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પીએમ મોદી પ્રારંભ કરાવશે. આ ઉજવણીના આરંભ પ્રસંગે દેશભરમાં અને ગુજરાતમાં પણ ૭૫ સ્થળોએ રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે સવારે સાડા દસ વાગ્યે દાંડીયાત્રા શરૂ કરાવશે. આ દાંડીયાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ એટલે કે 24 દિવસ ચાલશે. પીએમ મોદી ત્યારબાદ અભયઘાટ ખાતે સંબોધન કરશે.
Continues below advertisement