Amit Shah On CAA | લોકસભા ચૂંટણી પહેલા દેશમાં લાગું થશે CAA, કોઈની નાગરિકતા નહીં છીનવાય
Home Minister Amit Shah On CAA: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (10 ફેબ્રુઆરી) ના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તેને લાગુ કરવામાં આવશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન, તેમણે દાવો કર્યો હતો કે CAAના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં.