Amit Shah: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે શ્રીનગરથી જઈ શકે છે પહલગામ, જુઓ અપડેટ્સ
Amit Shah: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે શ્રીનગરથી જઈ શકે છે પહલગામ, જુઓ અપડેટ્સ
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ખાસ કરીને પહેલગામના બૈસરન વિસ્તારમાં થયેલા આ હુમલાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર પગલાં લેવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે રાત્રે શ્રીનગર પહોંચ્યા હતા અને તેમણે તાત્કાલિક રીતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
હલગામ આતંકી હુમલા બાદ સેના એક્શનમાં આવી ગઈ છે. આતંકીઓને શોધવા માટે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ બાજુ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહે એક હાઈ લેવલ મીટિંગ બોલાવી છે.