જો કોઈ અધિકારી ઓક્સિજન સપ્લાયમાં અડચણ ઉભી કરશે તો ફાંસીએ લટકાવી દઈશું: દિલ્હી હાઈકોર્ટ
Continues below advertisement
દિલ્હી હાઇકોર્ટે ઓક્સિજન સપ્લાય મુદ્દે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે ગઈકાલે કહ્યું હતું કે, જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક પ્રશાસનના કોઈ અધિકારી ઓકિસજનની સપ્લાઈમાં અડચણ પેદા કરી રહ્યા છે તો અમે તે વ્યક્તિને લટકાવી દઈશું. જસ્ટિસ વિપિન સાંઘી તથા જસ્ટિસ રેખા પલ્લીની બેંચ તરફથી આ ટિપ્પણી મહારાજા અગ્રેસન હોસ્પિટલની એક અરજી પર સુનાવણી વખતે કરવામાં આવી હતી. અદાલતે દિલ્હી સરકારને કહ્યું કે, ઓક્સિજનના પુરવઠાનમાં કોણ અડચણ નાંખી રહ્યું છે. પીઠે કહ્યું, અમે તે વ્યક્તિને લટકાવી દઈશું. અમે કોઈને નહીં છોડીએ. અદાલતે દિલ્હી સરકારને કહ્યું કે, સ્થાનિક તંત્ર દ્વારા આવા અધિકારીઓ અંગે કેન્દ્રને પણ જણાવી દેવું જોઈએ. જેથી કરીને આવા તત્વો સામે કાર્યવાહી થઈ શકે.
Continues below advertisement