પેટ્રોલ ડિઝલના વધતાં જતાં ભાવ માટે રાજ્યો છે જવાબદાર ? કેન્દ્ર કરતાં રાજ્ય સરકારો વધારે લે છે ટેક્સ ? જાણો શું છે સત્ય
સતત દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યાં છે. ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટર 30 પૈસાનો વધારો થયો છે. ભાવ વધતાં અમદાવાદમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 95 રૂપિયા 72 પૈસા પર પહોંચ્યો છે. તો ડિઝલનો ભાવ 96 રૂપિયા 08 પૈસા થયો છે. અનેક રાજ્યોમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પેટ્રોલ પર કેન્દ્ર સરકાર કરતાં વધારે ટેક્સ લે છે. આવો જાણીએ આ મસેજેમાં શું છે અને તેમાં કેટલું સત્ય છે.