અસ્મિતા વિશેષઃ ભારતની સંજીવની
અસ્મિતા વિશેષમાં વાત વેક્સીન ગુરૂ બનતા તરફ આગળ વધતા ભારતની. ભારત વેક્સીન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ભારતભરમાં વેક્સીનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને બધાની વચ્ચે ભારત તેના પડોશી દેશો માટે સંકટ મોચક બની રહ્યું છે. પણ ભારતની આ નીતિ સામે ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. આખરે કેમ અને કેવી ભારતની સંજીવની કરી રહી છે કામ તે જોઈએ. કારણ કે મોટા ભાગના દેશોમાં હવે ભારતની સંજીવની કમાલ કરશે.