શું છે આસામ અને મિઝોરમનો સીમા વિવાદ, અહીં સરળ ભાષામાં સમજો, જુઓ વીડિયો
Continues below advertisement
આસામ અને મિઝોરમ રાજ્યની સરહદ વિવાદના મુદ્દે હિંસામાં આસામ પોલીસના 6 જવાનોના મોત થઇ ગયા. આ બંને રાજ્યોનો સીમા વિવાદ શું છે, સરળ ભાષામાં સમજીએ નોર્થ ઇસ્ટનો સીમા વિવાદ ખૂબ જટીલ છે. આ કારણે જ બંને રાજ્યો વચ્ચે વારંવાર ધર્ષણ થાય છે. હાલ આસામ અને મિઝોરમની બોર્ડર 162 કિલોમીટર લાંબી છે અને તે તે સમયથી અસ્તિત્વમાં છે જયારે મિઝોરમ લુસાઇ હિલ્સ તરીકે ઓળખાતું હતું. જો કે લુસાઇ હિલ્સ આસામનો એક જિલ્લો હતો. વર્ષ 1875માં એક નોટિફિકેશન જાહેર થયું અને નોટિફિકેશન બાદ લુસાઇ હિલ્સ કાચર પ્લેસથી સંપૂર્ણ રીતે અલગ થઇ ગયું, ત્યારબાદ ફરી નોટિફિકેશન 1933માં જાહેર થયું. આ વર્ષે જે નોટિફિકેશન જાહેર થયું તેમાં લુસાઇ હિલ્સ અને મણિપુર વચ્ચે એક સીમાને રેખાક્તિ કરવાામાં આવી.
Continues below advertisement