Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ
Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીર : જમ્મુ કશ્મીરના બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડથી નીચે ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 2 જવાનોના મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, 'સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 2 જવાન શહીદ થયા અને 5 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. હજુ વધુ વિગતો મેળવાઈ રહી છે.
Tags :
Jammu Kashmir News Bandipora Army Vehicle Bandipora Army Vehicle Accident Army Vehicle Fall Into Gorge