Bangladesh Violence: બાંગલાદેશમાં સોમવારે હિંસામાં 135 લોકોના મોત
Continues below advertisement
Bangladesh Violence: બાંગલાદેશમાં સોમવારે હિંસામાં 135 લોકોના મોત. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ (Bangladesh) વર્તમાન સંસદના ભંગની જાહેરાત કરી છે, જે જાન્યુઆરી 2024 માં ચૂંટણી પછી રચવામાં આવી હતી. વધુમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, વિરોધ પક્ષના સભ્યો સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ત્રણેય સેનાઓના વડાઓ અને વિપક્ષના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, બાંગ્લાદેશમાં કોઈપણ વિલંબ કર્યા વિના વચગાળાની સરકાર રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં સર્વસંમતિથી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ બેગમ ખાલિદા જિયા અને અનામત આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા વિદ્યાર્થી નેતાઓ સહિત અન્ય તમામ રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Continues below advertisement
Tags :
Bangladesh News Bangladesh Violence Bangladesh Protest Bangladesh Violence News Bangladesh Controversy