કોરોના વાયરસની ત્રીજી લહરે પહેલા ચિંતાજનક સમાચાર, એન્ટીબોડીને માત આપે છે ડેલ્ટા વેરિયન્ટ
કોરોનાની ત્રીજી લહરની શક્યતા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ડેલ્ટા વેરિયન્ટ એન્ટીબોડીને માત આપી રહ્યો છે. ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ સંક્રમણની ઝપેટમાં આવેલા 103 લોકો પર સ્ટડી કર્યું. જેમાંથી વૈજ્ઞાનિકોએ 66 સેમ્પલની તપાસ કરી. જે એસ્ટ્રેજેનેકા અથવા ફાઇઝરને એક કે બે ડોઝ લઇ લીધી હતી. સ્ટડીમાં જોવા મળ્યું કે, વેક્સિનેટ માત્ર 10 ટકા લોકોમાં ઇમ્યુનિટિ જોવા મળી. જે ડેલ્ટા અને બીટા વેરિયન્ટને ન્યુટ્રલાઇઝ કરવામાં સક્ષમ હતો. વેક્સનના બીજા ડોઝ બાદ 55 ટકા અસરકારક જોવા મળી જો કે બંને ડોઝ લીધા બાદ એન્ટીબોડીમાં કોઇ મોટો બદલાવ જોવા ન હતો મળ્યો. આ જ કારણ હોઇ શકે કે, ડેલ્ટા વેરિયન્ટ વેક્સિનેટ લોકો માટે પણ ખતરોરૂપ બની રહ્યો છે. આપને જણાવી દઇએ કે, કોરોનાનો મૃતક આંક બુધવારે 40 લાખને પાર થઇ ગયો. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કેસ નોંધાયા હતા ને 45,254 લોકો સાજા થયા હતા. જ્યારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે. તો વાયરસના ડેલ્ટા વેરિયન્ટના કારણે વેક્સિનેશનની ગતિ વધારવી પણ જરૂરી બની ગઇ છે.