Operation Sindoor: ભારતે માત્ર 23 મીનિટમાં જ પાકિસ્તાનની હવાઈ તાકાતને ચટાડી ધૂળ
Operation Sindoor: ભારતે માત્ર 23 મીનિટમાં જ પાકિસ્તાનની હવાઈ તાકાતને ચટાડી ધૂળ
ઓપરેશન સિંદૂર અંગે એક મોટો ખુલાસો થયો છે. આ ઓપરેશન દરમિયાન, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સંરક્ષણ રેખાની ઢાલ રહેલી ચીની વાયુ સંરક્ષણ પ્રણાલીને ભેદીને માત્ર 23 મિનિટમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને પોતાની તકનીકી શ્રેષ્ઠતા સાબિત કરી. પીઆઈબી દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, પહેલગામ હુમલા પછી આતંકવાદીઓ સામે ભારતનો જવાબ સચોટ અને વ્યૂહાત્મક હતો. નિયંત્રણ રેખા કે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા વિના, ભારતીય સેનાએ હુમલો કર્યો અને આતંકવાદી માળખાનો નાશ કર્યો.