Bihar Election Result: JDU નેતા કેસી ત્યાગીએ કર્યો હારનો સ્વીકાર, કહ્યુ-અમે કોવિડ-19ના કારણે હાર્યા
Bihar Election Result: બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં એવું કાંઇ થયુ નથી કે એક વર્ષમાં બ્રાન્ડ નીતિશ ખત્મ થઇ હોય. પણ ફક્ત અમે કોવિડ-19ની ઇમ્પેક્ટના કારણે હાર્યા છીએ. આ ચૂંટણી પર કોરોનાની અસર થઇ છે. આ વખતે ચૂંટણી ખૂબ મુશ્કેલ હતી કારણ કે પ્રવાસી મજૂરોના મુદ્દાની પણ અસર થઇ છે.