UP: ભાજપના કયા દિગ્ગજ નેતા અને એક્ટર ખુરશીમાં બેસવા જતા ગબડી પડ્યા, જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના સાંસદ રવિ કિશન એક કાર્યક્રમમાં ખુરશી પર બેસતા સમયે પડી ગયા હતા આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો ગોરખપુરના મોહદ્દીપુર હાઇડિલ કોલોનીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ દરમિયાન તેમને ઇજા પહોંચી નહોતી. વીડિયોમાં જોઇ શકાય છે કે ગોરખપુરના સાંસદ રવિ કિશનને સન્માનિત કરવામાં આવી રહ્યા હતા. બાદમાં તેઓ ખુરશી પર બેસવા જઇ રહ્યા હોય છે ત્યારે ખુરશી ખસી જતા તેઓ નીચે પડી જાય છે.