વેક્સીનેશન માટે કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું રાખવામાં આવી શરતો?
કેંદ્ર સરકારે કોરોના વેક્સીનને લઈ ગાઈડલાઈન બનાવી હતી. જેમાં કેવી રીતે વેક્સીન અપાશે તેને લઈ માર્ગદર્શિકા તૈયાર કરી છે. પ્રથમ તબક્કામાં 30 કરોડ લોકોને વેક્સીન કેવી રીતે મળશે તેનો પ્લાન તૈયાર થઈ ગયો છે. વેક્સીનેશન માટે પાંચ સભ્યોની ટીમ હશે. પ્રથમ વેક્સીનેટર ઓફિસર એંટ્રી ગેટ પર હશે. જે દસ્તાવેજ તપાસ્યા બાદ જ કેંદ્રની અંદર જવા દેશે. બીજો વેક્સીનેટર ઓફિસર કોવિન સાથે દસ્તાવેજો સરખાવશે. ત્રીજો વેક્સીનેટર ઓફિસર ડોક્ટર હશે. જે રસી આપશે. બાકી બે વેક્સીનેટર 30 મિનિટ સુધી દર્દીની દેખરેખ રાખશે અને ભીડને પણ નિયત્રણમાં રાખશે. વેક્સીનેશન માટેનો સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીનો હશે. એક દિવસમાં અંદાજે એક સેશન થશે. જેમાં 100થી 200 લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીન માટે રજિસ્ટ્રેશન માત્ર કોવિન એપ પર જ થશે. જો કોઈ વ્યક્તિ ખુદ જાણકારી અપલોડ કરે છે તો 15 ડોક્યુમેંટમાંથી કોઈ એક ડોક્યુમેંટ આપવા પડશે. જેમાં આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસેંસ, હેલ્થ ઈંશ્યોરંસ, પેન કાર્ડ, પાસબુક સહિતના દસ્તાવેજોમાંથી એક ફરજિયાત હશે.