લોકડાઉન દરમિયાન EMI પર વ્યાજ માફીને લઈને કેન્દ્ર સરકારે શું લીધો મોટો નિર્ણય ? જુઓ વીડિયો
લોનદારોક માટે સારા સમાચાર સામે આવ્યા છે. લોનધારકોએ હવે વ્યાજ પર વ્યાજ નહીં ભરવું પડે. નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, જો કોઈ લોનધારકે લોન મોરેટોરિયમ દરમિયાન સતત બેંકના હપ્તા ભર્યા હશે તો તેને બેંક કેશબેક પણ આપશે. સરકારે બે કરોડ સુધીની લોન પર મોરેટોરિયમ દરમિયાન વ્યાજના વ્યાજ પર છૂટ આપવાની જાહેરાત કરી હતી. એનો મતલબ એ કે, જો તમે લોકડાઉન દરમિયાન મોરેટોરિયમનો લાભ નહીં ઉઠાવ્યો હોય અને દરેક હપ્તો ચુકવ્યો હશે તો બેંક તરફથી તમને કેશબેક મળશે. યોજનાનો લાભ ન ઉઠાવનાર અને સમયસર હપ્તા ચુકવનારને સરકાર અન્યાય નહીં થવા દે.