અમદાવાદઃ કોરોના કાળમાં રોજગારી માટે તક, M.G. સાયન્સ કોલેજના 30 જેટલા વિદ્યાર્થીઓને મળી નોકરી

Continues below advertisement
અમદાવાદમાં એમ.જી.સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે રોજગારીનીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. કોરોનાકાળમાં આ વિદ્યાર્થીઓ રોજગારી મેળવી પોતાના પરિવારમાં આર્થિક રીતે પગભર થઈ તેમના પરિવારને મદદરૂપ બનશે. એમ.જી સાયંસ કોલેજના માસ્ટર લેવલના એટલે કે એમ.એસ.સીના વિદ્યાર્થીઓના કેમ્પસ પ્લેસમેન્ટમાં 30 જેટલા વિદ્યાર્થીઓને નોકરી મેળવી હતી. અભ્યાસ બાદ દરેક યુવાનની ચાહના હોય છે, તેમને સારી નોકરી મળે, પરંતુ કોરોનાકાળમાં તે મોટો પડકાર છે, તેવામાં આ વિદ્યાર્થીઓ એ ફાર્મા અને અન્ય રિસર્ચ કંપનીમાં નોકરી મેળવી છે. નામાંકિત ફાર્મા કંપની ઉપરાંત પ્રતિષ્ઠિત ડેરીમાં અલગ અલગ પોસ્ટ પર 30 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું હતું જેમાં વિદ્યાર્થીઓને રૂપિયા 20 હજાર થી 30 હજાર સુધીની ઓફર કરવામાં આવી છે. સૌથી પહેલા પ્લેસમેન્ટ પ્રક્રિયામાં લેખિત પરિક્ષા લેવામાં આવી,જે બાદ વિદ્યાર્થીઓના ટેક્નિકલ બાબતોને લગતા મૌખિક ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા. ત્યારબાદ એચ.આર સાથે ઇન્ટરવ્યુ કરી, ઓફર લેટર આપવામાં આવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram