શ્રીનગરમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક આતંકીએ સમર્પણ કર્યું, જુઓ વીડિયો
જમ્મૂ-કશ્મીરના શ્રીનગરના લાવેપોરાના ઉમરાબાદમાં આતંકીઓ અને સેના વચ્ચે 12 કલાકથી વધુ સમયથી અથડામણ ચાલી રહી છે.ગઈકાલ મોડી સાંજથી અથડામણ ચાલી રહી છે. આતંકીઓ એક ઘરમાં છૂપાયા હતા. જેમાં એક આતંકીએ સેનાની અપીલ બાદ સમર્પણ કરી દીધું હતું. જ્યારે બીજો આતંકી ઈમારતમાં છૂપાયો છે અને સેનાના જવાનો પર ફાયરિંગ કરી રહ્યો છે. હાઈવે પાસે અથડામણ ચાલી રહી છે. જેના કારણે ગઈકાલથી અવરજવર બંધ કરવામાં આવી છે.