Uttarakhand Chamoli Cloudburst News: ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા તબાહી

ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટવાથી થયેલા વિનાશ બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. થરાલીમાં વાદળ ફાટવાથી પાણીના ધોધથી આવેલા કાટમાળ નીચે દટાઈ જવાથી 20 વર્ષની એક યુવતીનું  મોત થયું છે અને અન્ય એક ગુમ થયેલા વૃદ્ધ વ્યક્તિની શોધ ચાલુ છે.

ચમોલી જિલ્લાના થરાલીમાં ગઈકાલે મોડી રાત્રે વાદળ ફાટવાથી થયેલા ભારે વિનાશમાં ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકો એવી જગ્યાએ ફસાયેલા છે જ્યાંથી બહાર નીકળવું શક્ય નથી. , મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુવતીના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે.  શુક્રવારે મોડી રાત્રે ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં વાદળ ફાટવાથી યુવતી  કાટમાળ નીચે દટાઈ ગઇ હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું છે. એક વ્યક્તિ ગુમ થયાની માહિતી મળતાં તેની સલામતી અને સુખાકારીની કામના કરી છે. દરમિયાન, મુખ્યમંત્રીની સૂચના પર, પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola