ઉત્તર ભારતમાં ઠંડીનું વધ્યું જોર, દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો
ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું હતું. દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. હજુ એક સપ્તાહ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. ગુલમર્ગમાં માઇનસ 10 અને શ્રીનગરમાં માઇનસ 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.