કોરોના વાયરસ હવાથી કઇ રીતે ફેલાય છે? કેમ આ સ્ટ્રેન છે ખતકનાક

Continues below advertisement

કોરોના...... આ શબ્દ નાના-મોટા દુનિયાના દરેક વ્યક્તિ માટે ચિંતાનું કારણ બની ગયું છે. હાલ દુનિયાભરમાં આ સાયલન્ટ કિલર આતંક મચાવી રહ્યો છે. આ સૂક્ષ્મ છૂપા વાયરસ સામે વૈજ્ઞાનિક તર્ક, કારણો અને રિસર્ચ પણ ઓછા જ પડી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોનાના કોયડાને સમજવા મેડિકલ જર્નલ લાન્સેટે તેના પર રિસર્ચ કર્યું છે.. આ રિસર્ચનું તારણ વધુ ચિંતા ઉપજાવનાર છે..... જી હાં,... રિસર્ચરનો દાવો છે કે, કોવિડ-19નો વાયરસ હવાથી ફેલાઇ છે. આ નવા રિસર્ચના આધારે હવે કોવિડ-19ના પ્રોટોકોલમાં પણ શું ફરી બદલાવ આવશે?, જી હાં વૈજ્ઞાનિકોએ નવા રિસર્ચના તારણો બાદ કોવિડ-19ના પ્રોટોકોલમાં તાત્કાલિક ફેરફારની પણ  ભલામણ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram