અમદાવાદ: કોરોના કાળમાં સતત સ્ટ્રેસમાં રહેતા 108 એમ્બ્યુલંસના સ્ટાફનો તણાવ દૂર કરવા અનોખો પ્રયાસ
Continues below advertisement
કોરોનાની કપરી સ્થિતીમાં ભગવાનના દૂતની જેમ કામ કરતા 108 ઈમરજન્સી સેવાના સભ્યો પર કામનું ઘણું ભારણ છે. રાત દિવસ કામ કરી તેઓ પણ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. તેથી સ્ટાફનું સ્ટેસ લેવલ ઓછુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અમદાવાદના કઠવાડા ખાતેના 108ના મુખ્ય કાર્યાલયમાં આધ્યાત્મિક અને મોટિવેશનલ ટ્રેનર પુનિતજી લુલાએ સ્ટાફને મોટિવેટ કરી સકારાત્મક વિચારો સાથે કામ કરવા સલાહ આપી. કર્મચારીઓને મોટીવેશનલ સ્પીચ, મેડિટેશન સહિતની એક્સરસાઈઝ કરાવી તેમનો તણાવ દૂર કરવાનો પ્રયાસ કરાયો.
Continues below advertisement