ગુજરાતના કોરોના દર્દીઓની સારવાર માટે પાડોશી રાજ્યના આ સ્ટેશન પર ટ્રેનમાં બનાવાયું કોવિડ કેર સેન્ટર
Continues below advertisement
દેશમાં હાલ કોરોનાની બીજી લહેર સામે જંગ લડી રહ્યો છે, સતત વધી રહેલા સંક્રમણના કારણે ક્યાંય બેડ ખૂટી પડ્યાં છે તો. ક્યાંક ઓક્સિજનના અભાવે લોકો જિંદગીની જંગ હારી રહ્યાં છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રના નંદુબારમાં કોરોના સતત કેસ વધતાં હોસ્પિટલ હાઉસફૂલ થઇ ગઇ છે. આ સ્થિતિમાં સાંસદ ડૉ. હિના ગાવિતે રેલવે અધિકારીઓ સાથે વાત કરીને 31 કોચની એક્સપ્રેસનેમ કોવિડ સેન્ટરમાં ફેરવવા નિર્ણય કર્યો છે. 31 કોચની આ ટ્રેનના દરેક કોચમાં 16 દર્દીને સારવાર મળશે. દર્દી માટે કુલરસહિતની સુવિધા કોચમાં ઉભી કરાઇ છે.
Continues below advertisement