કોરોનાની બીજી લહેર ક્યારે થશે ખત્મ? ક્યા રાજ્યોમાં પીક પર આવી ચૂકી છે મહામારી, જાણો શું કહ્યું એક્સપર્ટે?
Continues below advertisement
કોરોનાની બીજી લહેરમાં ડાઉન ફોલ્સની સાથે બીજી લહેર ખતમ થવાના સંકેત મળી રહ્યાં છે. ભારત સરકાર ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીની કમિટીના એક્સપર્ટે આ મુદ્દે અંદાજ લગાવ્યો છે. એક્સપર્ટેના મત મુજબ દેશમાંથી કોવિડની સેકેન્ડ વેવને ખતમ થવાના ઓછામાં ઓછા હજુ 2 મહિનાનો સમય લાાગશે. ભારત સરકાર ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીની કમિટીએ એક ખાસ મેથેમેટિકલ મોડલથી આ મામલે અંદાજ લગાવ્યો છે. જે મુજબ મેના અંતમાં 1.5 લાખ કેશ પ્રતિદિન આવશે, જૂનમાં આ કેસ ઘટીને 20 હજાર પ્રતિદિન થઇ જશે. જુલાઇ 2021 કોરોનાની બીજી લહેર ખતમ થઇ જશે.
Continues below advertisement