ગોવામાં ક્રૂઝ પાર્ટીનો ક્રેઝ, ક્રૂઝ પર થશે કોકટેલ પાર્ટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગોવા વિદેશી સહેલાણીઓનું પસંદગીનું સ્થળ બન્યું છે. નવા વર્ષના સ્વાગત માટે દેશ વિદેશથી લાખો સહેલાણીઓ ગોવા પહોંચે છે અને આ વર્ષે તો ગોવામાં પહોંચવું એક મોટું કારણ છે. કોરોનાથી ગયા વર્ષની ખરાબ યાદો ભૂલીને ખુલ્લા દિલથી નવા વર્ષનું સ્વાગત કરવું.પરંતુ આમ કરવામાં ગોવા પહોંચેલા લોકો ભૂલી જાય છે કે, કોરોના હજુ ગયો નથી અને કોરોના સામેની જંગ હજુ યથાવત છે. ગોવાના લગભગ તમામ બીચ પર આ જ પ્રકારના સહેલાણીઓની ભીડ જોવા મળે છે. હાલત એવી છે કે, પોલીસે આ ભીડને કાબૂ કરવા માટે ભારે જહેમત કરવી પડી રહી છે. થર્ટી ફર્ટની ઉજવણી કરવા માટે આ વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ગોવા પહોંચ્યા છે. અહીંના પર્યટન મંત્રીએ પણ કહ્યું છે કે, ગોવા સુરક્ષિત છે પરંતુ લોકોએ પોતાની સુરક્ષા જાતે જ કરવી પડશે.