Cyclone Yaas: ઓડિશાના દરિયાકિનારે ટકરાયું Cyclone Yaas, દરિયામાં છ મીટર ઉંચા મોજા ઉછળ્યા

યાસ વાવાઝોડું ઓડિશાના દરિયાકિનારે ટકરાઇ ગયું છે. પશ્વિમ બંગાળ અને ઓડિશાના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. 130-140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે..હવામાન વિભાગે જણાવ્યું કે, ભીષણ તોફાન દરમિયાન 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે, જે 185 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola