દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે બિહારના CM નીતિશ કુમાર સાથે કરી મુલાકાત
દાદરા નગરહવેલીનાં અપક્ષ સાંસદ મોહન ડેલકરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે મુલાકાત કરી હતી. દાદરા નગર હવેલી જે.ડી.યુ ના પ્રદેશ પ્રમુખ ધર્મેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં પ્રદેશમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દાદરા નગરહવેલી જિલ્લા પંચાયતમા જેડીયુએ કરેલ કબજા અને નગર પાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જે .ડી યુ ના દબદબા અંગે નીતીશ કુમારને માહિતી આપી હતી.