અમદાવાદની આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 100 કર્મચારીઓ આવી ચૂક્યા છે કોરોનાની ઝપેટમાં
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.અસારવા સિવિલ બાદ હવે સોલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતાં ખાસ એક ફ્લોર ઊભો કરવામાં આવ્યો છે. નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 292 કોરોના દર્દી દાખલ છે. બીજી તરફ કોરોના સારવાર કરતા સોલા સિવિલના 100 કર્મચારીઓ અત્યાર સુધી સંક્રમિત થયા છે. સોલા સિવિલમાં અત્યાર સુધી 38 ડોક્ટર, 73 નર્સ, 2 ફાર્મસીસ્ટ અને 14 સફાઈ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
Continues below advertisement