Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Continues below advertisement
દિલ્લીમાં વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા રેખા ગુપ્તા સરકારે સખ્ત પગલા લેવાના શરૂ કર્યો છે. આવતીકાલથી દિલ્લીમાં બહારથી આવતી BS-6 મોડલની જ ગાડીને એંટ્રી આપવામાં આવશે. આ ઉપરાંત PUC સર્ટીફેકેટ જોયા બાદ જ પેટ્રોલ-ડીઝલ આપવામાં આવશે. જે વાહન ચાલકો પાસે પીયૂસી સર્ટિફિકેટ નહીં ગોય તેમને આવતીકાલથી પેટ્રોલ-ડીઝલ આપવામાં નહીં આવે.. અગાઉ વધતા વાયુ પ્રદૂષણને લઈ દિલ્લીમાં નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. તો આ તરફ આજે પણ દિલ્લીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 350ને પાર નોંધાયો છે. રોહિણી, જહાંગીરપુરી, વજીરપુર, મુંડકા, નેહરુનગર, આનંદ વિહાર, વિવેક વિહાર, સોનિયા વિહાર સહિતના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 350થી વધુ નોંધાયું છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement