Delhi Pollution:દિવાળી બાદ પ્રદુષણમાં વધારો, કેટલાક વિસ્તારોમાં AQI 400ને પાર Watch Video

Continues below advertisement

દિલ્હીમાં એર ક્વોલિટી ગંભીર કેટેગરીમાં પહોંચી ગઈ હતી અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 500ને પાર કરી ગયો હતો. ગુરુવારે સવારે 6 વાગ્યે દિલ્હીના 31 વિસ્તારોમાં પ્રદૂષણ અત્યંત ખરાબ કેટેગરીમાંથી ગંભીર કેટેગરીમાં પહોંચી ગયું હતું.

જહાંગીરપુરીમાં સૌથી વધુ 567 AQI નોંધાયો હતો. જ્યારે પંજાબી બાગમાં 465 અને આનંદ વિહારમાં 465 AQI નોંધાયો હતો.રાજધાનીમાં પણ ઠંડી શરુ થઈ ગઈ છે. ગાઢ ધુમ્મસના કારણે બુધવારે સવારે 8 વાગ્યે IGI એરપોર્ટ પર શૂન્ય વિઝિબિલિટી હતી, જ્યારે કેટલીક જગ્યાએ વિઝિબિલિટી 125 થી 500 મીટરની વચ્ચે હતી.

ગાઢ ધુમ્મસના કારણે બુધવારે IGI એરપોર્ટ પર 10 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. જેમાંથી 9ને જયપુર અને 1ને લખનૌ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સવારે સફદરજંગમાં વિઝિબિલિટી 400 મીટરની આસપાસ હતી. ધુમ્મસના કારણે NH-24, ધૌલા કુઆં, રિંગ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram