Maharashtra Ambulance Blast: ગર્ભવતી મહિલાને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં થયો બ્લાસ્ટ

Continues below advertisement

મહારાષ્ટ્રના જલગાંવમાં એક દુર્ઘટનામાં ગર્ભવતી મહિલા અને તેમના પરિજનોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. વાસ્તવમાં જલગાંવ જિલ્લામાં ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં એક દર્દનાક અકસ્માત ટળી ગયો હતો. આ ઘટનામાં થોડી જ વારમાં એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં ગર્ભવતી મહિલા અને તેનો પરિવાર બેઠો હતો. જોકે સગર્ભા મહિલા અને તેના પરિવારજનોનો જીવ બચી ગયો હતો. આ વિસ્ફોટથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના જલગાંવના દાદાવાડી વિસ્તાર પાસે નેશનલ હાઈવે પર બની હતી.

પ્રાથમિક જાણકારી અનુસાર એમ્બ્યુલન્સ જલગાંવ જિલ્લા હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે અચાનક ઓક્સિજન સિલિન્ડર ફાટતાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. ડ્રાઈવરે તરત જ એમ્બ્યુલન્સ રોકી અને તમામ મુસાફરોને બહાર નીકળવા કહ્યું. ડ્રાઈવરે નજીકના લોકોને પણ એલર્ટ કર્યા. આ તરફ બધાને સલામત સ્થળે લઈ ગયા. થોડી જ વારમાં એમ્બ્યુલન્સમાં જોરદાર આગ ફાટી નીકળી હતી અને થોડીવારમાં આખી એમ્બ્યુલન્સ આગની લપેટમાં આવી ગઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram