Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત, સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા

Continues below advertisement

Wayanad Byelection 2024:  વાયનાડથી પ્રિયંકા ગાંધીની 6 લાખ મતથી વિજય. ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા. સંસદમાં પહોંચનાર ગાંધી પરિવારના પ્રિયંકા ગાંધી નવમાં સભ્ય


વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત 

દેશની બે અત્યંત મહત્ત્વની લોકસભા બેઠક વાયનાડ અને નાંદેડ પર યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. જેમાં કેરળની વાયનાડ બેઠક ખૂબ જ મહત્ત્વની છે. વાયનાડ બેઠક પરથી જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 4 લાખ+ મત મેળવીને ડાબેરી મોરચા (CPI)ના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા છે.

ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી રાજકારણમાં આવી ચૂક્યા છે. હવે પ્રિયંકા ગાંધી પોતાના રાજકારણની શરૂઆત દેશના દક્ષિણ ભાગથી કરશે.

નોંધનીય છે કે આ જ બેઠક પરથી તેમના ભાઈ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં 3,64,422 મતોથી વિજયી થયા હતા. જયારે પ્રિયંકા ગાંધીએ 4,08,036 મતોથી લીડ મેળવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram