Video: હિમાચલમાં તૂટવા લાગ્યો પહાડ, લોકોએ ભાગીને બચાવ્યો પોતાનો જીવ, જુઓ વીડિયો
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના કામરાઉ તાલુકામાં ભૂસ્ખલન બાદ રસ્તો બ્લોક થઇ ગયો હતો. બરવાસ પાસે નેશનલ હાઇવે 707 પર ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો. અહી વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે પહાડ તૂટી પડ્યો હતો. પહાડની સાથે રસ્તો પણ તૂટી ગયો હતો. સેંકડોની સંખ્યામાં લોકો રસ્તા પર ફસાઇ ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. ભૂસ્ખલનના કારણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.